આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણને નવાઈ લાગે છે. સોશિયલ મીડિયાએ અદભુત વિડીયો નો ભંડાર છે, અહીં એવા ઘણા વિડીયો જોવા મળશે જે આશ્ચર્યજનક છે. ક્યારેક કોઈ ધાબા પર ઉભા રહીને નાચતા જોવા મળે છે તો ક્યારેક કોઈ પોતાના પર કલર અને ગંદકી નાખતા જોવા મળે છે.
હાલમાં જ એક મહિલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો એટલો આશ્ચર્યજનક છે કે જોઈને તમે પણ દંગ રહી જશો. વાયરલ વીડિયોમાં એક મહિલા માથા પર સિલિન્ડર લઈને ડાન્સ કરતી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા ઈન્સટ્રાગ્રામ એકાઉન્ટ @karagam_durga પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
જેમાં એક મહિલા એવું કારનામું કરતી જોવા મળી રહી છે કે જે કરવાનું કોઈ વિચારી પણ ન શકે. તમે રાજસ્થાની લોકનૃત્યો તો જોયા જ હશે જેમાં મહિલાઓ માથે માટલું રાખીને કે અન્ય વાસણ પર ઉભી રહે છે અને નૃત્ય કરે છે. આ વીડિયોમાં પણ મહિલાએ કંઈક આવું જ કર્યું છે, પરંતુ તેણે પોતાના માથા પર માટલું નહીં સિલિન્ડર રાખ્યો છે.
વાયરલ વિડિયોમાં મહિલા ઘરની અંદર છે, તેણે સ્ટીલના વાસણ અને જમીન પર ઊંધું મૂક્યું છે. તેને માથા પર એલપીજી સિલિન્ડર રાખ્યો છે, સિલિન્ડર ખાલી છે કે ભરેલું છે તે ખબર નથી. પરંતુ તમારે એ જાણવું જ જોઈએ કે ખાલી સિલિન્ડર પણ ખૂબ ભારે હોય છે. મહિલા તેના માથા પર સિલિન્ડર મૂકે છે અને પોર્ટ પર ઉભી રહીને નાચવાનું શરૂ કરે છે.
View this post on Instagram
જ્યારે તેણે તેના એક પગને હવામાં ઊંચકે છે, તેમ છતાં તેનું સંતુલન બગડતું નથી. વીડિયોને 30 લાખ વ્યુઝ મળ્યા છે, મહિલાની પ્રોફાઈલ જોઈને સ્પષ્ટ થાય છે કે સ્ટંટ કરવા એ તેનો વ્યવસાય અને શોખ બંને છે. ઘણા વીડિયોમાં તે ખતરનાક સ્ટંટ કરતી જોવા મળે છે, વીડિયો જોઈને લોકોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment