મંગળવારના રોજ સાંજના સમયે બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ પોતે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. સમગ્ર ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી જાણવા મળી રહ્યું છે કે સાંજના સમયે પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને બોલા ચાલી થઈ ગઈ હતી.
બોલાચાલી એટલી વધી ગઈ ક, ગુસ્સામાં ભરાયેલા પતિએ સૌપ્રથમ ધારદાર વસ્તુ વડે પોતાની પત્ની ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો અને પછી પતિએ ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાને લઈને વિગત કરીએ તો આ ઘટના છત્તીસગઢના દુર્ગા જિલ્લામાંથી સામે આવી રહી છે.
આરોપી પતિનું નામ જીતુ હતું અને તેની ઉંમર 40 વર્ષની હતી. જ્યારે તેની મૃત્યુ પામેલી પત્નીનું નામ રમીલા હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
મળતી માહિતી અનુસાર, જીતુએ પોતાની પત્ની રમીલા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યો હતો. ત્યારબાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને રમીલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે પકડાઈ જવાના ડરના કારણે જીતુ બાજુના મકાનમાં સંતાઈ ગયું હતું.
ત્યાં તેને ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આસપાસના લોકોની પૂછપરછ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટના બનતા આજે ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment