લગ્નના એક વર્ષ બાદ 21 વર્ષની યુવતીએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… મરતા પહેલા કંઈક એવું કર્યું કે…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં સુસાઈડના બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે સુસાઇડ કરનાર યુવતીના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા.

યુવતીએ મંગળવારના રોજ બપોરના 12:00 વાગ્યાની પોતાના પિતા સાથે ફોન પર વાત કરીને સુસાઇડ કરી લીધું હતું. સમગ્ર ઘટનાને લઈને દીકરીના પિતાએ જણાવ્યું કે, દીકરી ફોન પર રડતા રડતા કહેતી હતી કે તેને અહીંથી લઈ જાવ. ત્યાર પછી પિતા પોતાની દીકરીને લેવા પહોંચે તે પહેલા તો દીકરીએ ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત પોલીસે મૃત્યુ પામેલી યુવતીના માતા પિતાનું નિવેદન લઈને આગળની કાર્યવાહી કરી છે. ત્યાર પછી યુવતીના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.

ત્યારે આજરોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. સુસાઇડ કરનાર યુવતી નું નામ માધુરી હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. એક વર્ષ પહેલા તેના લગ્ન અંકુર નામના યુવક સાથે થયા હતા. અંકુર પેટ્રોલ પંપમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.

ત્યારે ગઈકાલે માધુરીએ બપોરના 12:00 વાગ્યાની આસપાસ પોતાના પિતાને ફોન કર્યો હતો અને પછી તેને ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. દીકરીના પિતાનું કેવું છે કે, જમાઈના ત્રાસથી કંટાળીને તેને આ પગલું ભર્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*