રાજકોટમાં 3 બહેનોના એકના એક ભાઈએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું… દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી…

રાજકોટ શહેરમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટ તાલુકાના સરધારા ગામે 27 વર્ષના યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. યુવાને કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ પણ માહિતી હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

સુસાઇડ કરનારી યુવકનું નામ સાગર મુકેશભાઈ પરમાર હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી. ગઈકાલે સાંજે 7:00 વાગ્યાની આસપાસ તેને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. સાગર નીલકંઠ મહાદેવ મંદિરની સામે પોતાના પરિવાર સાથે રહેતો હતો. સાગરએ સુસાઇડ કર્યું ત્યારબાદ તેના પરિવારના સભ્યોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

પછી તો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે સાગર પેટ્રોલ પંપ પર નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. સાગર પરમારના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. તેને સંતાનમાં એક દીકરી છે. સાગર પોતાની પત્ની, દીકરી અને દાદી સાથે રહેતો હતો.

જાણવા મળી રહ્યું છે કે, ગઈકાલે સાંજના સમયે સાગરની પત્ની અને તેના દાદી કોઈ કામથી ઘરને તાળું મારીને ગયા હતા. આ દરમિયાન સાગર પેટ્રોલ પંપથી ઘરે આવ્યો હતો. પછી તે વંડી ઠેકીને ઘરમાં ગયો હતો. ત્યાર પછી સાગરે રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો.

જ્યારે સાગરની પત્ની અને દાદી ઘરે આવ્યા ત્યારે તેમને સાગરનું મૃતદેહ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતું મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ પડોશીઓ સાગરના ઘરે પહોંચી આવ્યા હતા. પછી સાગરને નીચે ઉતારીને તાત્કાલિક રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હાજર ડોક્ટરે સાગરની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાની માહિતી મળતા જ આજીડેમ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરીને સાગરના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. અચાનક જ સાગરે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી. મૃત્યુ પામેલો સાગર ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*