ઝડપી કાર આગળ જતા ટ્રકની પાછળ ઘૂસી જતા સર્જાયો ભયંકર અકસ્માત… 8 લોકોના એક સાથે દર્દનાક મોત…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજરોજ વહેલી સવારે બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં આઠ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આજરોજ સવારે 4:30 વાગ્યાની આસપાસ એક કાર આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 5 વર્ષના બાળક સિવાય 8 લોકોના મોત થયા હતા. કારમાં સવાર લોકો પોતાના પરિવારના સભ્યોની અર્થી વિસર્જન કરવા માટે વારાણસી ગયા હતા. તેઓ વારાણસીથી પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને ભયંકર અકસ્માત નડ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર તમામ લોકોમાંથી એક માત્ર 5 વર્ષનો બાળક જ બચ્યો છે. બાકીના 8 લોકોના કરુણ મોત થયા છે. અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો કાર આગળ જતા ટ્રક સાથે અથડાઈ હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે હાઈવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

ત્યાર પછી તો ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તમામ લોકોના મૃતદેહને કારમાંથી બહાર કાઢ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનામાં કારમાં સવાર આઠ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે, અકસ્માતની ઘટના બની ત્યારે કાર ખૂબ જ વધારે પડતી સ્પીડમાં હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*