આર્મીમાં મહિલા મેજરનું 29 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવવાના કરુણ મોત… હજુ તો 6 મહિના પહેલા જ થયા હતા લગ્ન…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં આર્મીમાં મહિલા મેજરનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ઘટના બનતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલી મહિલા મેજરનું નામ ડોક્ટર કવિતા મિલ હતું. તેમની ઉંમર 29 વર્ષની હતી. જાણવા મળી રહ્યું છે કે ડોક્ટર કવિતા ત્રણ મહિના પહેલા જ કેપ્ટનમાંથી મેજર બની હતી. તેમના લગ્ન છ મહિના પહેલા થયા હતા. કહેવામાં ડોક્ટર કવિતાના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

જાણવા મળી રહ્યું છે કે, ડોક્ટર કવિતાના 6 મહિના પહેલા જ લગ્ન થયા હતા. આ ઘટના બનતા જ એક હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે, આર્મી મેજર ડોક્ટર કવિતાના લગ્ન 22 એપ્રિલના રોજ થયા હતા.

તેમના પતિ ડોક્ટર દીપકકુમાર પણ આર્મીમાં મેજર છે અને તેઓ હાલમાં બિકાનેરમાં પોસ્ટેડ છે. જ્યારે મૃત્યુ પામેલી ડોક્ટર કવિતા જમ્મુમાં હોસ્ટેડ હતી. જાણવા મળી રહ્યું છે કે, આર્મી મેજર ડોક્ટર કવિતાની બિકાનેરમાં બદલી થઈ ગઈ હતી અને નવ ઓક્ટોબરના રોજ તેઓ બિકાનેરમાં ફરજ પર જવાના હતા.

પરંતુ તે પહેલા તો તેમનું હાર્ટ એટેક આવવાના કારણે દુઃખદ નિધન થયું હતું. આ ઘટના બનતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. આર્મી મેજર ડોક્ટર કવિતાને જમ્મુમાં આર્મી હેડક્વાર્ટર ખાતે લશ્કરી સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*