બાઈક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… બાઈક પર સવાર પત્નીની નજર સામે પતિનું કરુણ મોત…

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ પર ફરી જીવણ અકસ્માતની ઘટના સામે આવી છે.

મોડી રાત્રે ભુજ તાલુકાના સુખપર ગામથી નખત્રાણાના મોટા યક્ષના મેળામાં જતા બાઈક સવારે દંપત્તિ માજીરાઈ ફાટક નજીક અજાણ્યા વાહનની અડફેટે ચડી જતા માર્ગ ઉપર પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર પ્રકારની ઈજા પામેલા પતિ અને પત્નીને સારવાર અર્થે ભુજની નજીક જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન યુવા વયના પતિ નું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેની પત્નીને હાલ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બનાવની પ્રાથમિક તપાસના આધારે પોલીસે અકસ્માત અંગેની તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળ નજીક બાઇક પાસે અકસ્માત ગ્રસ્ત કાર પણ જોવા મળતા બાઈકની ટક્કર કાર સાથે થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજ તાલુકાના સુખપર ગામમાં નવા વાસ ખાતે રહેતા 33 વર્ષીય જયેશ લખમશી પોકાર પોતાની 31 વર્ષીય પત્ની મિત્તલ સાથે બાઈક પર જતા હતા. આ દરમિયાન તાલુકાના માજીરાઈ ફાટક નજીકના ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે ઈજાઓ પામેલા બાઈક ચાલકનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.

જ્યારે તેમની પત્નીને સારવાર માટે ભુજની નજીક જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દંપતિ મોટા યક્ષના મેળામાં ફરવા જતા હતા ત્યારે આ અકસ્માત નો ભોગ બન્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*