છોટાઉદેપુરમાં ઝડપી ટ્રક ચાલકે અઢી વર્ષના માસુમ બાળકને કચડી નાખ્યો… બાળકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત…

ગુજરાતમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે છોટા ઉદયપુરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે અઢી વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. માસુમ દીકરાનું મોત થતા જ પરિવારના સભ્યોએ રસ્તા વચ્ચે હૈયાફાટ રૂદન કર્યું હતું.

ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર છોટા ઉદયપુર જિલ્લામાં ખનીજ સંપત્તિને લઈને વહેલી સવારથી જ ટ્રકોની અવરજવર શરૂ થઈ જાય છે. ઘણી વખત ટ્રક ચાલકની બેદરકારીના કારણે અહીં અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.

ત્યારે આજરોજ વહેલી સવારે છોટા ઉદયપુર જિલ્લાના જબુગામ ખાતે એક ટ્રક ચાલકે માસુમ બાળકને કચડી નાખ્યું હતું. આ કારણોસર તેનું ઘટના સ્થળે દર્દનાક મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે, આજરોજ લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ સુનિલ નામના વ્યક્તિનો અઢી વર્ષનો દીકરો વંશ રમી રહ્યો હતો. તે રમતા રમતા રોડ પર પહોંચ્યો હતો.

આ દરમિયાન ત્યાંથી પસાર થતા રહેતીથી ભરેલા ટ્રકે વંશને કચડી નાખ્યું હતું. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકો કાંઈ સમજે તે પહેલા તો વંશનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા બાળકના પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીકરાને મૃત હાલતમાં જોઈને પરિવારના સભ્યોએ હયાફાટ રૂદન કર્યું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ બાળકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*