ભાવનગરમાં પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જતા બે બાળકોના રિબાઈ રિબાઈને મોત… પરિવારે જુવાનજોધ દીકરા ગુમાવ્યા…

ગુજરાતમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ભાવનગર શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં બપોરના સમયે એક મોટા પાણીના ખાડામાં ચાર સગીર વયના બાળકો ન્હાવા માટે પડ્યા હતા. પાણીમાં મોજ મસ્તી કરતી વખતે ચારમાંથી બે બાળકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા અને આ કારણોસર બંનેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ બંનેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત મૃત્યુ પામેલા બાળકોના પરિવારના સભ્યો પણ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, 16 વર્ષીય શિવમ જગદીશભાઈ મોરબી અને 12 વર્ષીય સંતોષ ઠાકરશીભાઈ ગોહિલ નામના બે બાળકોએ આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના ભાવનગર શહેરમાં સીદસર રોડ નજીક હિલ પાર્ક પાસે એક પાણીનો મોટો ખાડો છે ત્યાં બની હતી.

સતીશ, શિવમ અને અન્ય બે બાળકો પાણીમાં ઊતર્યા હતા. આ દરમિયાન સતીશ અને શિવમ બંને ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા અને બંનેનું કરુણ મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઘટનાની માહિતી ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસને આપવામાં આવી હતી.

પછી ફાયર બ્રિગેડની ટીમે પાણીમાંથી બંને બાળકોને બહાર કાઢ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો બંનેનું મોત થઈ ગયું હતું. ત્યારબાદ બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. આ ઘટના બનતા જ મૃતક બાળકના પરિવારજનોમાં માતમ થવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*