આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને કે સાંભળીને આપણને પણ રડવું આવી જાય છે. હાલના આધુનિક સમયમાં કેન્સરના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે કેન્સર પીડિત દર્દીઓને તેમની સારવાર થકી કેશ દૂર થઈ જતા હોય છે જેના કારણે તેઓ શરમ સંકોચ અનુભવતા હોય છે.
પરંતુ તેઓનો આ સંકોચ દૂર કરવા હાલમાં કેટલાક સેવાભાવી લોકો પોતાના કેશનું દાન કરીને તેમને મદદરૂપ થવા માટે પ્રયાસ કરતા હોય છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે, ધનેરની એક પંદર વર્ષીય શ્રદ્ધા સુથારે સોશિયલ મીડિયા કેશ દાન માટેની પોસ્ટ જોઈ પોતાના કેશનું દાન કરવાનું નિર્ણય કર્યો હતો. શ્રદ્ધાએ સમગ્ર વાત પોતાના માતા પિતાને કરી હતી, માતા પિતા પોતાની દીકરીની વાત સાંભળીને સ્તબ્ધ બન્યા હતા.
પરંતુ દીકરીની વારંવાર ની રજૂઆત બાદ માતા પિતાએ તેને નાની ઉંમરમાં સેવા કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. શ્રદ્ધાના માતા પિતાએ કેશદાન કરવા સંમતિ આપી હતી, જેથી સગીરા એ પોતાના વાળનું યોગ્ય જગ્યાએ દાન થાય તે માટે વિસનગરના એક સોશિયલ એક્ટિવિસ્ટનો સંપર્ક કરી મહેસાણા ખાતે આવી પોતાના વાળનું દાન કર્યું હતું.
શ્રદ્ધાએ જણાવ્યું કે સોશિયલ મીડિયા પર લોકોને હેર ડોનેટ કરતા જોતા મને પણ ઈચ્છા થઈ કે હું પણ મારા હેર ડોનેટ કરું. પરંતુ પહેલીવાર મારા માતા-પિતા હેર ડોનેટ કરવા અંગે કહેતા તેમણે ના પાડી હતી. પરંતુ ફરી વખત પૂછતા તેઓએ હા પાડતા આજે હું મહેસાણા ખાતે હેર ડોનેટ કરવા માટે આવી છું. શ્રદ્ધાના પિતા અરવિંદભાઈએ જણાવ્યું કે મારી દીકરી ની ઉંમર 15 વર્ષ છે અને તે ધોરણ આઠમાં અભ્યાસ કરે છે.
શ્રદ્ધાએ મને આ મામલે પૂછતા તેને કહ્યું કે કેન્સર પીડિતો માટે મારે હેર ડોનેટ કરવા છે, તો મેં ના પાડી હતી. પરંતુ બીજીવાર પૂછતા મેં હા પાડી કારણકે તે એક સારું કામ કરી રહી છે. હેર ડોનેટની એક્ટિવિટી કરતા તૃપલ પટેલે ભાસ્કરને જણાવ્યું કે 2015 થી હેર ડોનેટની કામગીરી કરીએ છીએ.
અત્યાર સુધીમાં નાની ઉંમરના આઠથી દસ વર્ષની દીકરીઓએ કેન્સર પીડીતો માટે હેર ડોનેટ કર્યું છે. સોશિયલ મીડિયામાં દીકરીઓ હેર ડોનેટ નો વિડીયો જોતી હોય છે ત્યારે ઘણી યુવતી સકારાત્મક પ્રેરણા મેળવી આવી સામાજિક પ્રવૃત્તિમાં રસ ધરાવે છે. પરંતુ તેમના માતા-પિતાને હેર ડોનેટ ની જાણકારી નથી હોતી જેથી તેઓ અમારો સંપર્ક કરે છે અને આ સતકાર્યમાં જોડાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment