સુરતમાં છઠ્ઠા માળેથી નીચે પડી જતા 19 વર્ષના યુવકનું કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

સુરત શહેરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે સુરતના ભીમરાડમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. અહીં એક નવનિર્મિત બિલ્ડીંગમાં છઠ્ઠા મળેથી નીચે પડતા એક 19 વર્ષના યુવકનું મોત થયું છે. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

જાણવા મળી રહ્યું છે કે, સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન લોડીંગ લીફ્ટ માંથી સામાન ઉતારતી વખતે લાકડાનો ટેકો તૂટી ગયો હતો અને યુવક છઠ્ઠા માળેથી નીચે પડ્યો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા યુવકની બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી.

જાણવા મળી રહ્યું છે કે આ ઘટના ગઈ કાલે બની હતી. મૂળ ઉત્તર પ્રદેશ અને સુરતના ભીમરાડ વિસ્તારમાં બાંધકામ સાઈડ પર કામ કરતાં વિનુભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. વિનુભાઈનું 19 વર્ષનો દીકરો અલ્કેશ છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે કામ કરતો હતો. ત્યારે ગઈકાલે અલ્કેશનું છઠ્ઠા માળેથી નીચે પડી જવાના કારણે કરુણ મોત થયું હતું.

માત્ર 19 વર્ષના દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે અલ્કેશ ઉપરથી નીચે પડ્યો ત્યારબાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*