સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ઝેરી દવા પીને સુસાઇડ કરી લીધું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીનીએ પોતાના ક્લાસમેટથી નારાજ થઈને સુસાઇડ કર્યું છે.
હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલી યુવતી નું નામ નિશા હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. આ ઘટના હરિયાણાના પલવલમાંથી સામે આવી રહી છે. નિશા ગામની સરકારી શાળામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. આજ શાળામાં પૃથ્વી નામનો યુવક પણ અભ્યાસ કરતો હતો.
28 સપ્ટેમ્બરના રોજ નિશાએ પૃથ્વીના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ નિશાની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી અને ત્યારબાદ નિશાનું નિવેદન લીધું હતું.
જેમાં નિશાએ નિવેદન આપ્યું હતું કે, પૃથ્વી નામના યુવકે તેનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. વધુમાં તેને જણાવ્યું હતું કે, તે અભ્યાસ કરવા ઈચ્છતી હતી પરંતુ તે પૃથ્વીના કારણે અભ્યાસ કરી શકતી ન હતી. જેનાથી પરેશાન થઈને હું અભ્યાસ કરી શકતી ન હતી.
ત્યાર પછી નિશાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી યુવતીના પિતાની ફરિયાદના આધારે પોલીસે પૃથ્વી સામે સુસાઇડ માટે મજબૂર કરવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment