ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પાટણમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક પિતાએ પોતાના જ ત્રણ વર્ષના માસુમ દીકરાનો જીવ લઈ લીધો છે. દીકરાનો જીવ લીધા બાદ પિતાએ તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને ટાંટિયા ધ્રુજવા લાગશે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, કાંકરેજ તાલુકાના નેકોઇ ગામના ભગવતીબેન તળજાભાઇ રબારીના લગ્ન સામાજિક રીતે રિવાજ મુજબ પાટણ જિલ્લાના ધાયણોજ ગામના શૈલેષભાઈ કરમશીભાઈ રબારી સાથે થયા હતા. જાણવા મળી રહ્યું છે કે, ગત 28 સપ્ટેમ્બર 2023 ના રોજ શૈલેષભાઈ પોતાની પત્ની ભગવતીબેન અને ત્રણ વર્ષના દીકરાને તેડવા માટે ગયા હતા.
પોતાની પત્ની અને દીકરાને લઈને શૈલેષભાઈ પોતાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે તેમને રસ્તામાં તેમની પત્નીને કહ્યું હતું કે તું શાકભાજી લઈ આવી હું મોબાઈલ સરખો કરાવીને આવું. એમ કહીને તેઓ પોતાના ત્રણ વર્ષના માસુમ બાળક નિશુલને બાઈક પર બેસાડીને જતા રહ્યા હતા.
પછી શૈલેષભાઈ પોતાના દીકરાનો જીવ લઈને તેના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધું તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસ પછી એટલે કે ગત રવિવારના રોજ થરાદના રડકાની નર્મદાની મેઇન કેનાલમાંથી બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટના બન્યા બાદ ભગવતી બેને તેમના દીકરાના જીવ લેવાના આરોપમાં પોતાના પતિ સામે થરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં તો પોલીસે શૈલેષભાઈની અટકાયત કરીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે શૈલેષભાઈ પોલીસ સમક્ષ શરમ વિના જણાવ્યું હતું કે, મારી પત્ની થી છુટકારો મેળવવા માટે મારી પત્ની અને મારે મનમેળ ન હોય છુટકારો મેળવવા દીકરાને નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો.
હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટના બનતા જ મૃતકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment