ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે રાજકોટમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં રખડતા પ્રાણીઓના કારણે ઘણી વખત અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે.
ત્યારે તેવી જ રીતે ઘટના રાજકોટના નાકરાવાડી ગામે 45 વર્ષના શૈલેષભાઈ ગોરધનભાઈ સાથે બની હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, થોડાક દિવસ પહેલા શૈલેષભાઈ પોતાની બાઈક લઈને બહારગામ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ તેમની બાઈકની સામે કૂતરું આડું ઊતર્યું હતું.
જેના કારણે શૈલેષભાઈ બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો અને સ્લીપ ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં શૈલેષભાઈને છાતીમાં પાંસળીના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટના બન્યા બાદ શૈલેષભાઈ અકસ્માતની જાણ ઘરે કરીને આપી.
પરંતુ પછી તેમને દુખાવો થતાં તેઓ સૌ પ્રથમ સરકારી હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે શૈલેષભાઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે શૈલેષભાઈ ને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અહીં સારવાર દરમિયાન ગઈકાલે શૈલેષભાઈ નું મોત થયું હતું. ડોક્ટર હોય એ જણાવ્યું કે, શૈલેષભાઈના છાતીની પાંસળીના ભાગે વાગ્યું હોવાના કારણે તેમનું મોત થયું છે. તેમના મોતના સમાચાર મળતા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment