સુરત શહેરમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 36 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે યુવકે રાત્રે પોતાની દીકરીનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારબાદ યુવકે દારૂના નશામાં પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો.
આ દરમિયાન યુવકની પત્ની બેભાન થઈ ગઈ હતી. જ્યારે પત્ની ભાનમાં આવી ત્યારે તેને પોતાના પતિને રૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોયો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સુસાઇડ કરનાર યુવકનું નામ નંદલાલ બેચનલાલ બિંદ હતું. નંદલાલ પોતાના પરિવાર સાથે પાંડેસરા વિસ્તારમાં આવેલ મહાદેવ નગરમાં રહેતો હતો. નંદલાલ ડિજિટલ પ્રિન્ટમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એ છેલ્લા 28 વર્ષથી સુરત શહેરમાં રહીને રોજગારી મેળવતો હતો. તેના પરિવારમાં તેની પત્ની, બે દીકરાઓ અને એક દીકરી છે.
જાણવા મળી રહ્યું છે કે, એકની એક દીકરીનો જન્મદિવસ હોવાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ હતો. રાત્રે પરિવારના સભ્યોએ જન્મદિવસની ઉજવણી કરી હતી. દીકરીના જન્મદિવસની ઉજવણીમાં પિતા નંદલાલે દારૂ પીધું હતું. દારૂ પીધા બાદ નંદલાલે પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો.
જેમાં નંદલાલની પત્ની બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ નંદલાલ રૂમમાં જઈને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. પછી પત્ની ભાનમાં આવી અને તેને રૂમમાં જઈને જોયું ત્યારે નંદલાલ નું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ પત્નીએ આ ઘટનાની જાણ પરિવારના સભ્યો અને આસપાસના લોકોને કરી હતી.
ઘટનાની માહિતી મળતા તમામ લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પરિવારનું નિવેદન લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment