ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી વારંવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ગણેશ વિસર્જનના દિવસે સુરેન્દ્રનગરમાં બનેલી એક દુઃખદ ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના ધોરી ગામે ગણેશ વિસર્જાને દરમિયાન તળાવમાં ડૂબી જવાના કારણે 8 વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટના બનતા જ બાળકના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે, સમગ્ર ઘટના બન્યા બાદ બાળકને પાણીમાંથી બહાર કાઢીને તેના મૃતદેહને ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ પોતાની ટીમ સાથે સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ઘટનામાં મૃત્યુ પામેલા આઠ વર્ષના બાળકનું નામ ઠાકોર ધર્મરાજ અનિલભાઈ ઈન્દરીયા હતું. મળતી માહિતી અનુસાર ગણેશ વિસર્જનના દિવસે માત્ર 8 વર્ષના દીકરાનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
જે તળાવમાં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. તે જ તળાવમાં આઠ વર્ષનો બાળક ડૂબી ગયો હતો. ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યાર પછી તો બાળકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જરૂરી કાગળિયા કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગણેશ વિસર્જનના દિવસે માત્ર આઠ વર્ષના દીકરાનું મોત થતા ખુશીઓમાં માતમ છવાઈ ગયો હતો અને આખું ગામ હિબકે ચડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment