અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જતા યુવકનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત… પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો…

આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માત ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, હાલમાં આવી જ એક ઘટના ડીસાના એક યુવકની સામે આવી છે. મૂળ સરસ્વતી તાલુકાના ઊંટવાડાનો યુવક ડીસામાં રહેતો હતો, જે પગપાળા અંબાજી ચાલીને જઈ રહ્યો હતો.

ડીસા હાઈવે પર ચંડીસર નજીક અજાણ્યા વાહનની ટક્કરે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જતા યુવકનું મોત થયું હતું. જેના મોતથી અરેરાટી પ્રસરી હતી, આ અંગે અકસ્માત સર્જનારા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે.

વિગતવાર જાણીએ તો ડીસા હાઈવે ઉપર ચંડીસર નજીક મૂળ સરસ્વતી તાલુકાના ઊટવાડા ગામે રહેતા અને હાલ ડીસાની મોઢેશ્વરી સોસાયટીમાં રહી હીરા ઘસવાનો વ્યવસાય કરતા દિનેશભાઈ નાઈ નો એક નો એક પુત્ર રવિવારે બુધવારે રાત્રે ડીસા થી અંબાજી જવા પગપાળા નીકળ્યો હતો.

જ્યારે ચંડીસર થી કૃષ્કલ વચ્ચેથી પગપાળા જઈ રહ્યા હતા આ દરમિયાન કોઇક વાહન ચાલક તેને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ સવારે રવિવારે પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ રવિને હોસ્પિટલ લઈ ગયા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે દિનેશભાઈ નાઈએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરિવારનો એકનો એક પુત્ર ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં પગપાળા જતા લોકોના ઘણી વખત અકસ્માત સર્જાતા હોય છે. આ અકસ્માતમાં ઘણા લોકો પોતાના જીવ ગુમાવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*