આજકાલ સોશિયલ મીડિયા પર હાર્ટ એટેકને કારણે મૃત્યુની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. પરંતુ હાલમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ દિવસે ને દિવસે સતત વધી રહ્યું છે જે એક ખૂબ જ ચિંતા નો વિષય છે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નવરાત્રિના ગરબા ની પ્રેક્ટિસ ઠેર ઠેર થઈ રહી છે.
આ દરમિયાન નવરાત્રી ના ગરબા ની પ્રેક્ટિસ કરતા યુવકોના મોતના સમાચાર પણ એક પછી એક સામે આવી રહ્યા છે. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામે એક આશાસ્પદ યુવકનું મોત થયું છે. યુવક ગણપતિ ના મંડપ પાસે ગરબા રમી રહ્યો હતો.
ત્યારે અચાનક ઢળી પડ્યા બાદ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. યુવકના મોતના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. વિગતવાર જાણીએ તો પલસાણા તાલુકાના બગુમરા ગામે બુધવારના રોજ રાત્રિ દરમિયાન આમલી ફળિયામાં ગણપતિ મંડપ પાસે મિત્રો ગરબા રમી રહ્યા હતા.
જ્યાં દર્શન રાઠોડ નામનો 21 વર્ષીય યુવક પણ ગરબા રમી રહ્યો હતો, ગરબા રમતા રમતા દર્શન અચાનક ઢળી પડ્યો હતો. જેથી યુવકને સારવાર અર્થે અલથાણ સંજીવની હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂકી સારવાર દરમિયાન યુવક દર્શન રાઠોડને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. દર્શન રાઠોડનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નાની વયના યુવકોમાં ગરબા રમતી વખતે થતા મોતને લઈને યુવકોમાં ભયનો માહોલ સર્જાયો છે. દર્શન રાઠોડના મોતને લઈને પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તેના પરિવારમાં આશાસ્પદ યુવકના મોતને લઈને શોકનો માહોલ સર્જાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment