ગઈકાલે ગુરૂવારના રોજ એટલે કે ગણેશ વિસર્જનના દિવસે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં 4 લોકો ડૂબી ગયા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય એક યુવકની હાલત ખૂબ જ છે અને તેની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ગણેશ મૂર્તિના વિસર્જન દરમિયાન ચાર યુવાનો પાણીમાં ડૂબવા લાગ્યા હતા.
પછી તો ત્યાં હાજર લોકોએ પાણીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. લોકો કાંઈ સમજે તે પહેલા તો પાણીમાં ડૂબી જવાના કારણે ત્રણ યુવકોના મોત થયા હતા. જ્યારે એક યુવકને પાણીમાંથી જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
આ દુઃખદ ઘટના બનતા જ મૃતક યુવકોના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, ગઈકાલે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યા બાદ 40 વર્ષીય બિજેન્દ્ર, 40 વર્ષીય અજય કુમાર, 22 વર્ષીય અતુલ અને 18 વર્ષીય આર્યન નામના ચાર યુવાનો અન્ય એક યુવક સાથે પાણીથી ભરેલા તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા.
આ દરમિયાન તેઓ પાણીમાં ઊંડાઈમાં જતા રહ્યા હતા જેના કારણે તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. પછી તો સ્થાનિક તરવૈયાઓ તળાવમાં યુવકોને બચાવવા માટે પાણીમાં કુદિયા પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું.
આ દરમિયાન એક યુવકને પાણીમાંથી જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે બીજેન્દ્ર, અજય, અતુલ અને આર્યનનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. થોડીક વાર બાદ ચારેયને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં બીજેન્દ્ર, અતુલ અને આર્યનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
જ્યારે અજયની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની જાણ થતા મૃતકોના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment