દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો : ઘરની બહાર રમી રહેલી 11 મહિનાની બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને કાળજુ કંપી ઉઠશે…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટના દરેક માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. ઘટનામાં ઘરની બહાર આંગણામાં રમતી માત્ર 11 મહિનાની માસુમ બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે આખું ગામ હિબકે ચડ્યું હતું.

જાણવા મળી રહ્યું છે કે, માસુમ બાળકી ઘરની બહાર રમી રહી હતી. ત્યારે તે પાણીથી ભરેલા ખાડામાં પડી ગઈ હતી. જેના કારણે પાણીમાં ડૂબી જવાના કારણે બાળકીનું મોત થયું હતું. દીકરીના મોત ના સમાચાર મળતા જ પરિવારના સભ્યો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

હાલમાં તો પરિવારના સભ્યોની હાલત રડી રડીને ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ ઘટના ઉત્તર પ્રદેશના બિજનૌરમાંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો અમિત નામનો વ્યક્તિ પોતાની પત્ની અને દીકરી સાથે રહે છે. અમિતની પત્નીએ પોતાની 11 મહિનાની દીકરીને ખવડાવીને ઘરના આંગણામાં રમતી મૂકી દીધી હતી.

ત્યારબાદ અમિતની પત્ની કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. ત્યારે માસુમ બાળકે રમતા રમતા ઘરના હેન્ડ પંપ પાસે પહોંચી હતી. તે રમતા રમતા હેન્ડ પંપની પાસે પાણીથી ભરેલા બે ફૂટ ઊંડા ખાડામાં પડી ગઈ હતી. તેના કારણે બાળકીનું તડપી તડપીને મોત થઈ ગયું હતું.

ઘણા સમય બાદ બાળકીની માતા જ્યારે બહાર આવી ત્યારે તેને પોતાની દીકરી દેખાય નહીં એટલે તરત જ માતાએ પોતાની દીકરીની શોધખોળ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન માતાને બાળકી પાણીના ખાડામાંથી મળી આવી હતી.

પછી તો પરિવારના સભ્યો બાળકીને ખાડામાંથી બહાર કાઢી સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં આજે ડોક્ટરને તેને મૃત જાહેર કરી હતી. માત્ર 11 મહિનાની દીકરીનું મોત થતા પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*