ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની વધુ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટમાં આજરોજ એ વ્યક્તિનું અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે, વ્યક્તિ વીજ મોટરમાં રીપેરીંગ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
જેના કારણે તેઓ મોટર રીપેરીંગ કરતા કરતા બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. આ દરમિયાન તેમને વીજ શોક પણ લાગ્યો હોવાનું અનુમાન પરિવારના સભ્યોએ લગાવ્યું છે. ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તેમનું મોત હાર્ટ એટેક આવવાના કારણે થયું છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ લાલજીભાઈ મગનભાઈ ભડાણીયા હતું અને તેમની ઉંમર 55 વર્ષની હતી. લાલજીભાઈ રાજકોટ નજીક નવાગામ આણંદપરમાં રંગીલા સોસાયટી વિસ્તારમાં રહેતા હતા.
ગઈકાલે તેઓ સાંજના સમયે પોતાના ઘરે વીજ મોટરમાં વાયરીંગ સાથે રીપેરીંગનું કામ કરતા હતા. આ દરમિયાન અચાનક જ તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. જેથી પરિવારના સભ્યોને સૌપ્રથમ તો એવું લાગ્યું કે લાલજીભાઈને વીજ કરંટ લાગ્યો છે.
એટલે પરિવારના સભ્યો લાલજીભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી પોલીસે જરૂરી કાર્યવાહી કરીને લાલજીભાઈના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, લાલજીભાઈ નું વીજ કરંટ લાગવાથી નહીં પરંતુ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. લાલજીભાઈ નું મોત થતા જ પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. લાલજીભાઈ રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે. આ ઘટના બનતા જ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment