ગુજરાત રાજ્યમાં નાની ઉંમરના યુવકોથી લઈને મોટી ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે વડોદરામાં હાર્ટ એટેક આવવાના કારણે વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અહીં વાઘોડિયાના એક પોલ્ટ્રીફાર્મમા નોકરી કરતા 24 વર્ષના યુવાનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
આ ઘટના બનતા જ યુવકના પરિવારમાં માતમ છવાઈ રહ્યો છે. મૃત્યુ પામેલો યુવક માતા-પિતાનો એકનો એક દીકરો હતો. યુવકનું મોત થતા જ એક બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ યોગેશ હર્ષદભાઈ રાઠોડ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી.
તે પોતાની પત્ની અને એક આઠ વર્ષની બાળકી દક્ષા સાથે રહેતો હતો. યોગેશ રાઠોડ તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. બુધવારના રોજ યોગેશ દરરોજની જેમ કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને ચક્કર આવ્યા હતા અને ગભરામણ થવા લાગી હતી. જેના કારણે તે જમીન પર ઢળી પડ્યો હતો.
આ દ્રશ્યો જોઈને ત્યાં કામ કરતા અન્ય વ્યક્તિઓ તરત જ યોગેશ પાસે દોડી આવ્યા હતા અને પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન યોગેશનું મોત થયું હતું. યોગેશના મોતના સમાચાર મળતા જ તેના માતા-પિતા અને પત્નીએ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદન કર્યું હતું.
ઘટનાની માહિતી મળતા સગા સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હજુ તો માસુમ દિકરી પપ્પા બોલતા શીખે તે પહેલા તો દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે યોગેશનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment