અમદાવાદમાં વધુ એક નાની ઉંમરના યુવકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત…2 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી…

આજકાલ સોશિયલ મીડિયા પર હાર્ટએટેકના કારણે મૃત્યુ થયાની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. ઘણી વખત તો લોકોને ક્રિકેટના મેદાનમાં, જીમમાં એક્સરસાઇઝ કરતી વખતે, દોડતી કે ચાલતી વખતે, કોઈપણ એક્ટિવિટી કરતા હોય ત્યારે અચાનક જ હાર્ટએટેક આવી જાય છે.

હાર્ટએટેક આવવાના કારણે તેમનું ત્યાં જ મૃત્યુ થઈ જાય છે, હાલમાં રાજ્યમાં નાના યુવાનોમાં હાર્ટએટેકનુ પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી હાર્ટએટેક થી મૃત્યુ થયાના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ આજે અમદાવાદમાંથી સામે આવ્યો છે.

અમદાવાદમાં એક યુવકને હાર્ટએટેક આવવાથી મૃત્યુ નીપજ્યું છે. આ યુવકનું નામ હર્ષ સંઘવી છે જે રાજસ્થાન તીર્થ યાત્રા પરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે બસમાં તેને અચાનક જ હાર્ટએટેક આવ્યો છે. વિગતવાર જાણીએ તો હર્ષ સંઘવી નામનો યુવક પોતાના પરિવાર સાથે રાજસ્થાન તીર્થયાત્રા પર ગયો હતો.

જ્યારે રાજસ્થાન તીર્થયાત્રા પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેને બસમાં એટેક આવતા તેનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જ જામનગર અને સુરતમાં હાર્ટએટેક ના બે બનાવો બન્યા હતા. ગઈકાલે જામનગર પટેલ પાર્ક વિસ્તારમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ કરતા કરતા હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું હતું.

જ્યારે સુરતના કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં યુવાનનું ઊંઘમાં જ હાર્ટએટેક આવવાથી મોત થયું હતું. રાજ્યમાં દિવસેને દિવસે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જે એક ખૂબ જ ચિંતાજનક વિષય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*