ગુજરાત રાજ્યમાં અવાર નવાર સુસાઈડની ઘટનાઓ વધી રહે છે. ત્યારે સુરત શહેરમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. ઘણી વખત તો તમે એવી ઘટનાઓ સાંભળી હશે, તેમાં કેટલાક લોકો અલગ અલગ કારણોસર સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે.
ત્યારે હાલમાં સુરત શહેરમાં એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે યુવકે ઘરકંકાસથી કંટાળીને આ પગલું ભર્યું છે. વિગતવાર વાત કરીએ તો, સુસાઇડ કરનાર યુવકની પત્ની દોઢ મહિનાથી પિયરમાં જતી રહી હતી તે પરત આવતી ન હતી.
જેના કારણે યુવકે સુસાઇડ કર્યું છે તેવું જાણવા મળી રહ્યું છે. પત્નીના વિયોગમાં પતિએ સુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા યુવકના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, લગ્ન કર્યા બાદ છેલ્લા એક દોઢ મહિનાથી યુવકની પત્ની પોતાના પિયરમાં જતી રહી હતી.
ત્યારબાદ યુવકે પોતાની પત્નીને ઘરે આવવા માટે ઘણી બધી સમજાવી પરંતુ તેની પત્ની ઘરે આવવા માનતી ન હતી. જેનાથી કંટાળીને યુવકે ડીંડોલીના મહાદેવ નગર ખાતે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા યુવકનું નામ ઉમેશ પવાર હતું.
ઉમેશ પાવર L&T કંપનીમાં નોકરી કરતો હતો. પત્ની ઘરે આવતી ન હતી એટલે ઉમેશ પવાર અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. અંતે ઉમેશ સવારે માનસિક તણાવતી કંટાળીને સુસાઇડ જેવું પગલું ભરી લીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment