ગુજરાતના પંચમહાલ જિલ્લામાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. અહીં ધોધંબા તાલુકામાં ગાજાપુરા ગામમાં 4 માસુમ બાળકોનું પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ચારેય બાળકો એક જ ગામના હતા.
આ ઘટના બનતા જ મૃતક બાળકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા ચાર બાળકોમાંથી બે બાળકો માતા-પિતાના એકના એક દીકરા હતા. જાણવા મળી રહ્યું છે કે, ચાર માસુમ બાળકો રમતા રમતા પાણીથી ખાડા પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન બે બાળકો પાણીમાં ન્હાવા માટે ગયા હતા.
અહીં બંને બાળકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બંનેને ડૂબતા જોઈને અન્ય બે બાળકો પણ પાણીમાં ગયા હતા. આ દરમિયાન તે પણ પાણીમાં ડૂબી ગયા હતા અને એક સાથે ચાર બાળકોનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું હતું. ઘટનાની જાણ તથા ગામના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીમાં ડૂબી ગયેલા બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. દીકરાઓનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હયાફાટ રૂદન કર્યું હતું. પંચમહાલમાં બનેલી આ ઘટના તમામ માતા-પિતા માટે ચેતવણી રૂપ સમાન છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment