પાલનપુરમાં પત્નીનું મૃતદેહ ઘરે આવતા જ આઘાતમાં પતિનું પણ કરુણ મોત… બંનેની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે તેને જોઈએ આપણી હૃદય દ્રવી ઊઠે છે. ઘણી ઘટનાઓ તો એવી હોય છે જેને જોઈને તે સાંભળીને આપણને રડવું પણ આવી જાય છે. હાલમાં આવી જ એક ઘટના પાલનપુર ની ખાનગી હોસ્પિટલમાંથી સામે આવી છે. પાલનપુર ની ખાનગી હોસ્પિટલમાં પેટના ઇન્ફેક્શનની સારવારમાં વૃદ્ધ પત્નીનું મોત બાદ પતિનું મૃતદેહ દાંતીવાડા નજીક નીલપુર ગામમાં ઘરે પહોંચતા લાંબી બીમારી સામે ઝઝુમી રહેલા વૃદ્ધ પતિએ પણ દમ તોડ્યો હતો.

જેથી બંનેની અર્થી સાથે ઉઠી હતી, દાંતીવાડા તાલુકાના નીલપુર ગામની વૃદ્ધ દંપતીના સાથે જીવવા મરવાની અનોખી દાસ્તાન ઘટી છે. પત્નીના મૃત્યુ બાદ માત્ર થોડી ક્ષણોમાં બીમારીથી એક વર્ષ થી જજુમી રહેલા પતિનું પણ તે વખતે નિધન થઈ ગયું હતું. કોઈ ફિલ્મની સ્ટોરી હોય એમ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં પેટના ઇન્ફેક્શનની સારવાર દરમિયાન વૃદ્ધાના મોત બાદ વૃદ્ધનું પણ મૃત્યુ થયું હતું.

હેમાબેન મૃતદેહ ઘરે પહોંચતા પરિવારે કલ્પના ન કરી હોય એવું બન્યું હતું અને થોડી જ મિનિટો બાદ વિરહની વેદના ન સહન કરી શકનાર વૃદ્ધ પતિ પણ દેહ ત્યાગી દેતા બંને વૃદ્ધ દંપતિની અર્થી સાથે ઉઠી હતી. આ ઘટનાથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો, પરિવારના સભ્ય હરનાથ ભાઈએ જણાવ્યું કે હેમાબેન બીમારી થતા તેમને પાલનપુર એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પરંતુ તેમની તબિયત એકદમ નાજુક હોવાથી તેમને દવાથી કોઈ રાહત થઈ નહીં અને તેમનું નિધન થયું હતું. તેમને ઘરે લાવ્યા બાદ અડધા કલાક પછી લાંબી બીમારી થી પથારી વર્ષ તેમના પતિ નું પણ મૃત્યુ થયું હતું. બંને પતિ પત્ની એક સાથે દુનિયાને છોડી દેતા પરિવારમાં આક્રંદ કરી છવાયો હતો.

પરિવારમાં બે દીકરા જેઠાભાઈ અને હરનાથભાઈ જ્યારે દીકરી કંકુબેન અને બે પુત્રવધુ અને બે પુત્રને છોડી ગયા છે. સોમવારે બંનેની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવતા સમગ્ર નિલપુર ગામ શોકમગ્ન થઈ ગયું હતું. બંનેનો સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*