સુરત શહેરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરત જિલ્લાના કેમ વિસ્તારમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, બાઈક પર સવાર મહિલાનો સાડીનો છેડો ટાયરમાં ફસાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાતા મહિલાનો પતિ અને માસુમ બાળક રોડ ઉપર પટકાયા હતા. આ કારણોસર ત્રણેય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યાર પછી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો.
માતા-પિતાની નજર સામે માત્ર ત્રણ મહિનાના બાળકનું મોત થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, એક યુવક પોતાની પત્ની અને માસુમ બાળક સાથે બાઈક પર જતો હતો. આ દરમિયાન તેમની પત્નીનું સાડીનો છેડો બાઈકના ટાયરમાં ફસાઈ ગયું હોય તો જેના કારણે અકસ્માત બન્યું હતું.
અકસ્માતની ઘટનામાં યુવક તેની પત્ની અને તેના ત્રણ મહિનાના માસુમ બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ ત્રણેયને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે માસુમ બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યું હતું.
જાણવા મળી રહ્યું છે કે માતા-પિતા પોતાના બાળકને લઈને રસી મુકાવવા માટે જતા હતા. આ દરમિયાન કિમ GEB ઓફિસ નજીક ચાલુ બાઈકમાં આ અકસ્માતની ઘટના બની હતી. માત્ર ત્રણ મહિનાના દીકરાનું મોત થતા જ પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. મૃત્યુ પામેલા માસુમ બાળકના પિતાનું નામ નાગેન્દ્ર પટેલ હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment