સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઓટો રીક્ષા ચાલકને ટ્રેક્ટર ચાલકે પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ઓટો રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
ત્યારબાદ આસપાસના લોકો રીક્ષા ચાલકને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં રીક્ષા ચાલકનું મોત થઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે, અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ ટ્રેક્ટર ચાલકને પકડી પાડ્યું હતું અને પછી પોલીસને હવાલે કરી દીધો હતો.
આ ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતા પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. મૃત્યુ પામેલા યુવકનું નામ અનીશ કુમાર હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી. આ અકસ્માતની ઘટના બિહારના મોતીહારી માંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું.
વિગતવાર વાત કરીએ તો, અનીશ પોતાની ઓટો રીક્ષા લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં એક ઝડપી ટ્રેક્ટરે અનીશની રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનામાં અનીશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ અનીશને રિક્ષામાંથી બહાર કાઢીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં અનીશે જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
અનીશના મોતના સમાચાર મળતા જ તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. અનિશ તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. તે ઓટો રીક્ષા ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. આ ઘટના બનતા જ નાના બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment