આજકાલ સોશિયલ મીડિયા પર આપઘાતની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. દિવસે ને દિવસે આપઘાતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, લોકો નાની નાની વાતમાં આપઘાત કરી લેતા હોય છે. ઘણા લોકો એટલા માટે આપઘાત કરે છે કે તેઓ પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી.
હાલમાં આવો જ એક કિસ્સો બારડોલી માંથી સામે આવ્યો છે. બારડોલી તાલુકાના હરીપુરા થી માંડવી તાલુકાના કોસાડી ગામને જોડતા તાપી નદી પરના કોઝવે પરથી આજે બપોરના સમયે સુરતની મારુતિ કુરિયર નામની કંપનીમાં નોકરી કરતા સંજીવ પટેલે પોતાનો આઈકાર્ડ અને સફેદ કલરની મેસ્ટ્રો બાઇક છોડીને નદીમાં ઝપલાવ્યું હતું.
પોલીસે બારડોલી ફાયર ની મદદથી નદીમાં કર્મચારીની લાશ ની શોધખોળ શરૂ કરી હતી. સુરતના બેલ્જિયમ હબ, દિલ્હી ગેટ ખાતે આવેલી છે મારુતિ કુરિયર એજન્સીમાં ટીમ મેમ્બર ઓપરેશન તરીકે કામ કરતા સંજીવ કુમાર પટેલ નામનો યુવક આઈકાર્ડ સાથે સફેદ કલરની એકટીવા મોપેડ બાઈક પર સવાર થઈને આજે બારડોલી તાલુકાના હરીપુરા કોઝવે પર આવ્યો હતો.
સંજીવ કુમારે બાઈક અને આઈકાર્ડ કોઝવે પર છોડી તાપી નદીના ધસમસતા પાણીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. જેની જાણ થતા બારડોલી પોલીસ અને બારડોલી ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. જોકે હાલમાં ઉકાઈ ડેમમાંથી 44 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.
જેના કારણે તાપી બે કાંઠે વહી રહી છે. લશ્કરો ની શોધખોળ ચાલુ છે છતાં પણ તાપી નદીમાં કુદી પડેલા સંજીવ કુમારનો કોઈ પત્તો મળ્યો નથી. તેમણે શા માટે આપઘાત કર્યો તેનું કારણ પણ બહાર આવ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment