સુરત શહેરમાં બનેલી વધુ એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 20 વર્ષના યુવકે બિલ્ડીંગના છઠ્ઠા માળેથી નીચે કૂદીને સુસાઇડ કર્યું છે. જાણવા મળી રહ્યું છે કે સુસાઇડ કરતા પહેલા યુવકે પોતાની પ્રેમિકા સાથે વાત કરી હતી અને પછી યુવકે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને અલથાણ પોલીસે સુસાઇડનો ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. ઉપરાંત મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું છે. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ મોહન રતન ભગોલા હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી.
મોહન સુરતના ભીમરાડ વિસ્તારમાં રહેતો હતો. 20 દિવસ પહેલા મોહન રાજસ્થાન થી સુરતમાં રોજગારી મેળવવા માટે આવ્યો હતો. અહીં સુરતમાં મોહન ભીમરાડ વિસ્તારમાં આવેલ ચેકપોસ્ટ પાસે એક નવી બિલ્ડીંગમાં ટાઇલ્સ લગાડવાનું કામ કરતો હતો. રોજગારી માટે તે એકલો રાજસ્થાન થી સુરત આવ્યો હતો, તેનું પરિવાર વતનમાં રહે છે.
મોહને અહીં બિલ્ડીંગના છઠ્ઠા માળેથી નીચે કૂદીને સુસાઇડ કર્યું હતું. ત્યારબાદ ત્યાં કામ કરતા અન્ય લોકો ત્યાં દોડી આવ્યા હતા અને મોહનને ઉપાડીને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા મોહનની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મોહનના સાથી કર્મચારીઓના જણાવ્યા મુજબ, મોહન છેલ્લી વાર પોતાની પ્રેમિકા જોડે ફોન પર વાત કરતો હતો. યુવકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઘટનાની જાણ થતાં યુવકના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment