આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને કે સાંભળીને આપણે ધ્રુજી જઈએ છીએ. હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે, અને વરસાદ પણ ખૂબ પડી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ ખરાબ થઈ જતા ખાડાઓ પડી જાય છે, ખાડાઓ પડવાને કારણે તેમાં પાણી ભરાય છે.
પાણી ભરાવાના કારણે મચ્છર ની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મચ્છર વધવાને કારણે ઘણા બધા પ્રકારના રોગ થઈ શકે છે, મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા જેવા ભયાનક રોગ થઈ શકે છે. જેથી લોકો મચ્છર ન થાય તેના માટે અલગ અલગ પ્રકારના અગરબત્તી અને ધુમાડા કરતા હોય છે.
પરંતુ ઘણી વખત આ ધુમાડાઓ લોકો માટે ભયાનક સાબિત થાય છે. મચ્છરના ત્રાસ ના કારણે જો તમે રાત્રિના સમય દરમિયાન ધુમાડો કરીને ઊંઘી જતા હોય તો ચેતી જજો. હાલમાં વલસાડના વાપીમાં ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મચ્છરના ત્રાસ ને દૂર કરવા કરેલા ધુમાડાએ માસુમ બાળકીનો ભોગ લીધો છે.
તેમજ અન્ય પરિવારજનોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. વિગતવાર જાણીએ તો ધુમાડાને કારણે વાપીના સુલપડમાં પરિવાર બેહોશ થયો હતો. પરિવારના પાંચ સભ્યો માંથી એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે, તેમજ અન્ય ચાર સભ્યો હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
વાપી ટાઉન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, મચ્છર મારવા માટે કરેલા ધુમાડાને કારણે પરિવારને ગુંંગળામણ થઈ હતી. ગૂંગળામણ થવાને કારણે ઊંઘમાં જ પરિવાર બેહોશ થયાની વિગતો સામે આવી છે. બેહોશ થવાને કારણે એક બાળકીનું મોત થયું છે જ્યારે અન્ય લોકોને દાખલ કરવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment