ગુજરાતમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. આ ઘટનામાં એક બે વર્ષની માસુમ બાળકીનું રમતા રમતા કરુણ મોત થયું છે. બાળકીને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે.
આ દુઃખદ ઘટના દેવભૂમિ દ્વારકામાંથી સામે આવી રહી છે. અહીં ખંભાળિયામાં બે વર્ષની બાળકીનું રમતા રમતા કરુણ મોત થયું હતું. જાણવા મળી રહ્યું છે કે બાળકી રમતા રમતા ભો ટાંકામાં પડી ગઈ હતી અને બાળકીનું તડપી તડપીને મોત થયું હતું.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, માસુમ બાળકીના માતા-પિતા સિરામણ બનાવી રહ્યા હતા. આ દરમિયાન માસુમ બાળકી પાણીના ટાંકા પાસે રમી રહી હતી. ત્યારે ટાંકાનું ઢાંકણું ખુલ્લું હતું, જેના કારણે બાળકી રમતા રમતા ટાંકાની અંદર પડી ગઈ હતી.
આ ઘટના બનતા જ બાળકીના પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને તેને ટાંકામાંથી બહાર કાઢીને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતના સમાચાર મળતા તેના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.
આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. દરેક માતા પિતાને એક વાત કેવી છે કે જ્યારે તમારા બાળકો નાના હોય ત્યારે તેમની નાની-નાની વાતનું જરૂર ધ્યાન રાખજો કારણકે એક નાનકડી એવી ભૂલ તમારા બાળકોનો જીવ જોખમમાં મૂકી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment