ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો, ગણેશ મહોત્સવ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટના ગાંધીધામ માંથી સામે આવી રહી છે.
અહીં તાલુકાના અંતરજાળ ગામમાં આવેલ પાણીના ખાડામાં ડૂબી જવાના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 45 વર્ષના કિશોરભાઈ પોપટલાલ સાંખલા, 14 વરસનો સાહિલ આશિષ પાલ અને 51 વર્ષના અશોકપાલ નામના વ્યક્તિનું મોત થયું છે.
આ ઘટના બનતા આજે ત્રણેયના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ લોકોમાંથી બે લોકો એક જ પરિવારના હતા. વિગતવાર વાત કરીએ તો, ગામમાં પાતળિયા હનુમાન મંદિર ની પાછળ આવેલ પાણીથી ભરેલા ખાડામાં આ ઘટના બની હતી. આશિષભાઈ પાલ નામના વ્યક્તિના ઘરે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી.
ત્યારે ગઈકાલે સાંજના સમયે તેઓ ગણપત બાપાનું વિસર્જન કરવા માટે ગયા હતા. વિસર્જનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી લગભગ એક બે કલાકની શોધ ખોળ બાદ ત્રણેય લોકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના 23 તારીખના રોજ બની હતી. હાલમાં આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment