ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી ઘટના ગાંધીનગરમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં 32 વર્ષના યુવાનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે ગાંધીનગર શહેરના સંગઠનના મહિલા મંત્રીના જુવાનજોધ દીકરાનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.
આ ઘટના બનતા જ યુવકના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે યુવાન દરરોજની જેમ વોકિંગ અને કસરત કર્યા બાદ ઝૂઝ પીધું હતું અને પછી તે ઘરે આવીને પોતાની રૂમમાં શોભા ઉપર બેઠો હતો. ત્યારે અચાનક જ તે ઢળી પડ્યો હતો.
મિત્રો તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં કોરોનાની મહામારી બાદ રાજ્યમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ હતી. ત્યારે ગાંધીનગર સેક્ટર 12 ખાતે આશરે 32 વર્ષના યુવાનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.
મિત્રો તમને જણાવી દઈએ કે ગાંધીનગર ભાજપ શહેર સંગઠનના મંત્રી તરીકે સેવા આપતા રસીલાબેન વસાવાનો 32 વર્ષના દીકરા રોનકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. રોનક દરરોજની જેમ મોર્નિંગ વોક પર નીકળ્યો હતો અને પછી તે કસરત કરીને જોશ પીવા માટે ગયો હતો.
પછી રોનક ઘરે આવી ગયો હતો અને અહીં આવીને તે સોફા ઉપર બેઠો હતો ત્યારે અચાનક જ તે ઢળી પડ્યો હતો. ત્યારબાદ રોનક ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં તો રોનકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment