માત્ર 14 વર્ષના બાળકનું અચાનક જ બેભાન થઈ ગયા બાદ કરુણ મોત… માતા-પિતાએ એકનો એક દીકરો ગુમાવ્યો…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને તે સાંભળીને આપણે ચોકી જઈએ છીએ.ઘણી એવી આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે, જેમાં લોકોનું ચમત્કારિક રીતે મોત પણ થાય છે. હાલમાં આવી જ એક ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી છે.

રાજકોટમાં બેભાન હાલતમાં મૃત્યુ નીપજવાની વધુ એક ઘટના બની છે, જેમાં ગાંધીગ્રામમાં રહેતા 14 વર્ષના એક બાળકનું સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. એકના એક લાડકવાયા ના મોતથી પરિવારજનો, માતા પિતા ઊંડા આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા.

ગાંધીગ્રામ શેરીમાં રહેતા શશીકાંતભાઈ ચંદુલાલ પોપટ અને અંજુબેન પોપટ નો પુત્ર અક્ષત ગત સાંજે આઠેક વાગ્યે એકા એક બેભાન થઈ જતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ દમ તોડી દેતા સ્વજનોમાં કલ્પાત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના જીગ્નેશભાઈ મારું અને ભાવેશભાઈ મકવાણા એ જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના હેડકોન્સ અમિતભાઈ કોરાટે જરૂરી કાર્યવાહી કરી હતી. વિગતવાર જાણીએ તો અક્ષતના પિતા ઘર પાસે જ અમૂલ પાર્લર ચલાવે છે. માતા-પિતાનો એક જ પુત્ર હતો, પરિવારજનોના કહેવા મુજબ અક્ષરને ડાયાબિટીસની બીમારી હતી જેથી તે સતત બીમાર રહેતો હતો.

એકાદ વર્ષથી આ કારણે અભ્યાસ પણ છૂટી ગયો હતો, ગત સાંજે એકા એક બેભાન થઈ ગયા બાદ મોત થયું હતું. તબીબે મોતનું કારણ જાણવા વિશેરા લઈ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું કારણ બહાર આવશે કે તેનુ મોત કયા કારણોસર થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*