હાલમાં સોશિયલ મીડિયા ભારે વરસાદને કારણે ઘણા બધા ગામો અને શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાય છે, જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ભારે વરસાદને કારણે તમામ ડેમોની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ડેમોનું પાણી નદીઓમાં છોડવામાં આવ્યું છે. પાણી નદીમાં છોડવાને કારણે આજુબાજુના ગામમાં પૂરની સ્થિતિ સર્જાય છે.
જેમાં લોકોને ભારે નુકસાન થઈ રહ્યું છે, હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. હાલમાં નર્મદા ડેમમાંથી પાણી છોડ્યા બાદ નર્મદા જિલ્લાના અનેક ગામોમાં પાણી ભરાયા હતા. જેમાં અનેક ગામો અને ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા ત્યારે ધાનપોર ગામ પણ પાણીમાં હતું.
પરંતુ પાણી ઉતર્યા બાદ દરેક ગામોની સ્થિતિ ખૂબ જ દર્દનાખ હતી, જેમાં ધાનપોર ગામમાં પણ પાણીના કારણે અનેક લાઈટોનો પોલ પાણીમાં હોવાથી ભીના હતા. લાઈટોના પોલ ભીના હોવાને કારણે તેવા સમયે ભેજવાળા પોલ પર ગામના યુવાનનો હાથ પડી જતા કરંટ લાગ્યો હતો.
કરંટ લાગવાને કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું, આ મુદ્દે પોલીસને જાણ કરાય છે પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે તેમનું નામ મહર્ષિભાઈ રાજેશભાઈ પટેલ હતું અને તેમની ઉંમર 23 વર્ષ હતી. પાણી ઉતર્યા બાદ ગામના ચોરા પાસે તેઓ ઊભા હતા, તે વખતે ઈલેક્ટ્રીક થાંભલા સાથે અજાણતામાં તેમનો હાથ અડી જતા ઈલેક્ટ્રીક કરંટ લાગતા તેમને સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ હોસ્પિટલ પહોંચતા જ તેમનું મોત નીપજ્યું હતું, જેના કારણે રાજપીપળા પોલીસે આ બાબતે અકસ્માત મોત દાખલ કરી છે. ભારે વરસાદને કારણે ઘણી બધી જગ્યાએ આવા અકસ્માત સર્જાય છે જેના કારણે લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment