હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રેક્ટર ચાલકે બાઈકને જોરદાર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક પર સવાર બે ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઘટનામાં બંનેનું કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવક અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ અકસ્માતની ઘટના રાજસ્થાનના બુંદીમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં 20 વર્ષના જીતુ અને 21 વર્ષના શિન્ટુ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.
બંને સંબંધમાં પિતરાઈ ભાઈઓ છે. જાણવા મળી રહ્યું છે કે બંને પિતરાઈ ભાઈઓ પોતાના એક મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી ટ્રેક્ટર ચાલે કે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાલ ત્રણેય યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય યુવકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે જીતુ અને શિન્ટુને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક યુવકની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે.
બંને પિતરાઈ ભાઈઓના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બંને પિતરાઈ ભાઈઓના મોત થતા બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment