ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં સુસાઈડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક મહિલાએ તેના 3 વર્ષના માસુમ બાળક સાથે સીલીંગ ફેન સાથે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. મહિલાએ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજી કોઈ પણ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
આ ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે સાડા ચાર વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવી હતી. આ ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે. સુસાઇડ કરનાર મહિલાનું નામ કીર્તિ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. કીર્તિએ પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કીર્તિ માનસિક રીતે નબળી હતી.
આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો રાકેશ નામનો 36 વર્ષનો યુવક રેલવેમાં ટ્રેકમેન તરીકે કામ કરે છે. રોજની જેમ રાકેશ સવારે ડ્યુટી પર ચાલ્યો ગયો હતો. આ દરમિયાન રાકેશની પત્ની કીર્તિ એ તેનું ટિફિન પણ તૈયાર કર્યું હતું.
રાકેશ બ્યુટી પર ચાલ્યો ગયો પછી કીર્તિએ પોતાની 3 વર્ષની દીકરી દેવિકા સાથે સીલીંગ ફેન સાથે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું હતું. જ્યારે રાકેશ સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ ફરજ પરથી ઘરે પરત ફર્યો ત્યારે તેને ઘરનો દરવાજો ખખડાવ્યો પરંતુ ઘરમાંથી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહીં.
પછી તેને પોતાની પત્નીને ફોન કર્યો પરંતુ તેની પત્ની ફોન ઉપાડતી ન હતી. ત્યારબાદ રાકેશે ઘરની પાછળના ભાગેથી ઘરનો દરવાજો ખોલ્યો હતો અને ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો. આ દરમિયાન રાકેશને ઘરની અંદરથી પોતાની પત્ની અને માસુમ દીકરીનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.
પછી રાકેશે બૂમાબૂમ કરી હતી જેના કારણે પડોશમાં રહેતા લોકો ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પછી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પંચનામુ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. કીર્તિએ આ પગલું કયા કારણોસર ભર્યું તેની કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment