ગુજરાતમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મોરબીમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. મોરબીમાં રતનપુર રોડ પાસે અવાવરુ સ્થળે ઓરડામાંથી એક યુવાનનું મૃતદેહ મળી આવ્યું છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. જાણવા મળી રહ્યું છે કે, મૃત્યુ પામેલો યુવાને ચાર દિવસ પહેલા અચાનક જ ઘરેથી ગુમ થઈ ગયો હતો.
ત્યારે તેનું મૃતદેહ બંધ ઓરડામાંથી મળી આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, એક વાડીની બંધ ઓરડીમાં યુવકનું મૃતદેહ ખોવાઈ ગયેલી હાલતમાં મળ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની ઓળખ કર્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા યુવકનું નામ મનોજભાઈ ગોરધનભાઈ દેસાઈ હતું અને તેમની ઉંમર 37 વર્ષની હતી. મનોજભાઈનું મૃતદેહ મળ્યા બાદ આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. મનોજભાઈ ના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનોને સરદાર સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે કે મનોજભાઈ દેસાઈ સિરામિક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હતા.
17 સપ્ટેમ્બર ના રોજ મનોજભાઈ પોતાના મિત્રના ઘરે રાંદલ માતાજીના કાર્યક્રમમાં જઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેમને પોતાની પત્નીને કોલ કરીને કહ્યું હતું કે તેઓ સાંજ સુધીમાં ઘરે આવી જશે. સાંજ થઈ ગઈ છતાં પણ મનોજભાઈ ઘરે ના આવ્યા એટલે પરિવારના સભ્યોએ તેમની શોધખોળ કરી હતી અને તેમનો કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં એટલે પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં તેમની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે પોલીસને જાણ કરવામાં આવી કે સતનપર રોડ પર આવેલી એક વાડીના બંધ ઓરડી પાસે એક બાઈક પડી છે અને ઓરડીમાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે. આ વાતની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ પોલીસે ઓરડીમાં તપાસ કરી ત્યારે ઓરડીમાંથી મનોજભાઈનું મૃતદેહ મળી આવ્યું હતું.
ત્યારબાદ પોલીસે આ ઘટનાની જાણ મનોજભાઈ ના પરિવારજનોને કરી હતી અને તેમના મૃતદેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આ ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મનોજભાઈએ સુસાઇડ કર્યું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment