છેલ્લા ઘણા સમયથી દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે મિત્રોના કરુણ મોત થયા છે. જાણવા મળી રહ્યું છે કે, બંને મિત્રો બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે તેમની બાઈક રોડના કિનારે ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી.
જેના કારણે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં એક મિત્રનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બીજા મિત્રને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના ઉત્તરપ્રદેશના આઝમગઢના બરદાહ વિસ્તારમાંથી સામે આવી રહી છે.
વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં 25 વર્ષના અનિલ યાદવ અને 20 વર્ષના અંતન યાદવ નામના યુવકનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે બંને એક ઢાબા પર જન્મદિવસની ઉજવણી કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ તેમની બાઈક બેકાબુ બની ગઈ હતી અને રોડના કિનારે ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી.
જેના કારણે બંને મિત્રો ભયંકર અકસ્માતનો શિકાર બન્યા હતા. આ ઘટનામાં બંને મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા અન્ય એક યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં હાજર ડોક્ટરે તેને પણ મૃત જાહેર કર્યો હતો. બંનેના મોતના સમાચાર મળતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો અનિલ ત્રણ ભાઈ બહેનમાં સૌથી મોટો હતો. તેના પિતા મુંબઈમાં રહે છે અને એક ટ્રક ચલાવે છે. જ્યારે અનંત પોતાની ખેતી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment