જૂનાગઢમાં દાંડિયા રમતા-રમતા 24 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… હસતા ખેલતા પરિવારમાં માતમ છવાયો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ગરબા રમતી વખતે, જીમમાં કસરત કરતી વખતે અથવા તો ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા હશે. ત્યારે જુનાગઢમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.

અહીં 24 વર્ષના યુવકને દાંડિયા રમતા રમતા હાર્ટ એટેક આવ્યો હતો. હાર્ટ એટેક આવતા જ યુવક જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે યુવકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ મૃતક યુવકના પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતા 24 વર્ષના ચિરાગ પરમાર નામના યુવકને દાંડિયા રમવાનો શોખ હતો. તે છેલ્લા દસ વર્ષથી દર વર્ષે નવરાત્રી પહેલા ડાંડીયા ક્લાસીસમાં જતો હતો અને ચિરાગ નવરાત્રીના કાર્યક્રમમાં પણ દાંડિયા રમતો હતો.

તેને ઘણી બધી સ્પર્ધાઓ પણ દાંડિયામાં જીતેલી છે. ત્યારે જૂનાગઢના જોષીપરા ખાતે આવેલા એક ડાંડીયા ક્લાસીસમાં તે સાંજના આઠ વાગ્યાની આસપાસ દાંડિયા રમી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેને ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ ગયો હતો.

પછી આસપાસના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ચિરાગને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરે તેને અમૃત જાહેર કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ચિરાગ પરમારનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

આ ઘટના બનતા જ ચિરાગના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી ગયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*