હાલમાં સોશિયલ મીડિયા પર રોગચાળાને કારણે મૃત્યુનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. વરસાદની સિઝન ચાલી રહી છે જેના કારણે ઘણી બધી જગ્યાએ પાણીના નાના-મોટા ખાબોચિયા ભરાઈ રહેતા હોય છે. જેના કારણે તેમાં જીવજંતુઓની સંખ્યા વધે છે અને રોગચાળો ફેલાવવાની સંભાવના પણ વધે છે.
હાલમાં જ રોગચાળાને કારણે લોકોને તાવ આવી રહ્યો છે અને તાવ આવવાના કારણે ઘણા લોકોના મોત નીપજ્યા છે. વરસાદને કારણે મચ્છરજન્ય રોગચાળાનો ફેલાવો થતો હોય છે. એવામાં ઘરમાં પડી રહેતા પાણીમાં પણ મચ્છરની ઉત્પત્તિ થતી હોય છે.
ત્યારે મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા માટે દરેક લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. હાલમાં જ રાજકોટમાં તાવથી એક શિક્ષિકા નું સારવાર દરમિયાન મોત નિપજયાનું સામે આવ્યું છે.તેમને ડેન્ગ્યુ હોવાની પણ શંકા દર્શાવવામાં આવી છે.
વિગતવાર જાણીએ તો રાજકોટના પુનિત નગરમાં 80 ફૂટ મેઇન રોડ પર આવેલા અવધમાં રહેતા ફોરમબેન મગનભાઈ કાસુન્દ્રા નામના 19 વર્ષની યુવતી ને ગઈ તારીખ 18 ના રોજ અસહ્ય તાવ આવતો હતો. જેના કારણે તેને સારવાર માટે આશીર્વાદ હોસ્પિટલ ખસેડાઈ હતી, ત્યાં સારવાર લીધા બાદ બીજા દિવસે તેમને રજા આપવામાં આવી હતી.
તારીખ 19 ના રોજ બપોરે ફરી તાવ આવતા તેણીને પરિવારે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું, ફોરમ એક ભાઈ માં નાની હતી. તેમના પિતાનું કોરોનાથી મૃત્યુ નીપજ્યું હતું, તે માતા કુંદનબેન સાથે રહેતી હતી.
તેમજ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને સ્કૂલમાં શિક્ષિકા ની નોકરી કરી પરિવારને મદદરૂપ થતી હતી. યુવતીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે તેમજ તેનું ડેન્ગ્યુથી મોત નીપજ્યાની શંકાએ રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment