ગોંડલમાં છાશ લેવા જતા 13 વર્ષના માસુમ બાળકને બોલેરો ચાલકે કચડી નાખ્યો… દીકરાનું સારવાર દરમિયાન કરુણ મોત…

આજકાલ ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે ગોંડલમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અહીં બોલેરો કાર અને સાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા એક 13 વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. માસુમ દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો.

આ અકસ્માતની ઘટના ગોંડલના મોટા મહીકામાં બની હતી. આ સમગ્ર ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા બાળકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે દીકરાઓ અને એક દીકરી છે.

ત્યારે ગત 14 તારીખના રોજ તેમનો 13 વર્ષનો દીકરો ઈજાન ઘરે હતો. ત્યારે તેને છાશ લેવા માટે બજારમાં મોકલવામાં આવ્યો હતો. એટલે દીકરો પોતાની સાયકલ લઈને બજારમાં ગયો હતો. ત્યારે એક બોલેરો કાર સાથે તેનો અકસ્માત થયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ દીકરાને સારવાર માટે ઇજાગ્રસ્ત હાલતમાં સૌપ્રથમ ગોંડલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. અહીં હોસ્પિટલમાં ગત 17 તારીખના રોજ દીકરાનું સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું.

માત્ર 13 વર્ષના દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*