ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી બાદ હાર્ટ અટેક આવવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિઓ વચ્ચે રાજકોટ શહેરમાં વધુ ત્રણ વ્યક્તિઓના હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટના બનતા જ ત્રણ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
જાણવા મળી રહ્યું છે કે રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકના સમય ગાળામાં ત્રણ લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. આ ઘટનામાં કિસાન ધાબેલીયા, રાજેન્દ્ર વાળા અને મહેન્દ્ર પરમાર નામના ત્રણ યુવકોએ છાતીમાં દુખાવો થાય છે, તેવી ફરિયાદ પોતાના પરિવારજનોને કરી હતી.
પછી પરિવારના સભ્યો ત્રણેયને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન ત્રણેયના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય યુવકોનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું.
આ ઘટના બનતા જ ત્રણ પરિવારના કુળદીપક બુઝાયા ગયા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકોની ઉંમરમાં એકની 26 વર્ષ, એકની 40 વર્ષ અને એકની 41 વર્ષ છે. ત્રણેયના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. હાર્ટ એટેકના ત્રણ અલગ અલગ બનાવો બન્યા બાદ સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ પરિવારે પોતાના ઘરના આધાર સ્તંભ ગુમાવ્યા છે અને પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment