રાત્રે બહેનની સાથે સૂતેલી 12 વર્ષની બાળકીને ઝેરીલા સાપે ડંખ માર્યો… પછી પરિવારના સભ્યોએ એવી ભૂલ કરી કે… દીકરીનું રિબાઈ રિબાઈને કરુણ મોત…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આજરોજ સવારે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 12 વર્ષની દીકરીને એવું દર્દનાક મોત મળ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. જાણવા મળી રહ્યું છે કે દીકરીને ઝેરીલા સાથે ડંખ માર્યો હતો, આ કારણોસર તેનું તડપી તડપીને મોત થયું હતું.

મૃત્યુ પામેલી બાળકીનું નામ માનતી કુમારી હતું. એ ધોરણ-6માં અભ્યાસ કરતી હતી. દીકરીનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બિહારના ભોજપુરમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને દીકરીના પિતાએ જણાવ્યું કે, રાત્રે ભોજન કર્યા બાદ માનતી કુમારી તેની બહેન સાથે રૂમમાં સુઈ રહી હતી.

ત્યારે મંગળવારના રોજ મોડી રાત્રે પોણા બાર વાગ્યાની આસપાસ તેને એક ઝેરીલા સાપે ડંખ માર્યો હતો. ત્યારબાદ તે જાગી ગઈ હતી અને તેને આ વાતની જાણ પરિવારના સભ્યોને કરી હતી. ત્યાર પછી પરિવારના સભ્યોએ સૌપ્રથમ સાપને પકડ્યો હતો અને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ પરિવારના સભ્યો દીકરીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની જગ્યાએ સૌપ્રથમ એક બાબા પાસે લઈ ગયા હતા.

ત્યારે બાબાએ કહ્યું કે દીકરીનું મોત થઈ ગયું છે. પછી પરિવારના સભ્યો પોતાની સંતુષ્ટી માટે દીકરીને સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો દીકરીને લઈને ઘરે પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી.

ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલી બાળકીના મૃતદેહને કસ્ટડીમાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારના સભ્યોની અંધશ્રદ્ધાના કારણે માસુમ દિકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો પરિવારના સભ્યો દીકરીને તરત જ હોસ્પિટલ લઈ ગયા હોત તો આજે તેનો જીવ બચી ગયો હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*