ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરમાં બાઈક અને સાયકલ વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક સવાર યુવાન અને સાયકલ સવાર વૃદ્ધ વ્યક્તિ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધ વ્યક્તિએ જીવનના અંતિમ શ્વાસ લીધા હતા. આ અકસ્માતની ઘટના રાજકોટ શહેરના ભગવતીપરાના જુના પુલ પાસે સવારના સમયે બની હતી.
વિગતવાર વાત કરીએ તો જૂના મોરબી રોડ પર ખોડિયાર પરામાં રહેતા 75 વર્ષના છોટુભાઈ બચુભાઈ પરમાર નામના વ્યક્તિ સવાર સવારમાં સાયકલ ચલાવીને ભગવતીપુરા બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન 32 વર્ષનો જયસુખ જેઠાલાલ કથીરિયા નામનો યુવક પોતાની બાઈક લઈને ત્યાંથી પસાર થતો હતો.
આ દરમિયાન છોટુભાઈ પરમારની સાયકલ અને જયસુખ કથેરીયાની બાઈક વચ્ચે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
ત્યારબાદ બંનેને એક સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સિવિલ હોસ્પિટલમાં છોટુભાઈનું મોત થયું હતું. તેમના મોતના સમાચાર મળતા જ પરિવારના લોકો અને સગા સંબંધીઓમાં માતમ છવાયો હતો.
જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા છોટુભાઈ મોરબી રોડ વોર્ડ ઓફિસમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા હતા. સવારે તેઓ પોતાની નોકરી ઉપર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો અને તેમનું કરુણ મોત થયું હતું. છોટુભાઈ આઠ ભાઈઓમાં ત્રીજા હતા અને તેમને લગ્ન કર્યા ન હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment