સુરતમાં કાપડની મિલમાં કામ કરતાં સુપરવાઈઝરનું હાર્ટ એટેક આવતા કરુણ મોત… 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં સુરતના પાંડેસરા વિસ્તારમાં 43 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. મૃત્યુ પામેલો વ્યક્તિ એક મિલમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા.

તેઓ જ્યારે મિલમાં કામ કરતા હતા ત્યારે અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તેમનું મોત થઈ ગયું હતું. જાણવા મળી રહ્યો છે કે તેમનું મોત હાર્ટ એટેક આવવાના કારણે થયું છે.

આ ઘટના બનતા જ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે સુરતના પાંડેસરા વિસ્તારમાં 43 વર્ષના શુભરાજ દુરિયા એક કાપડની મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા. આ દરમિયાન અચાનક જ તેમને છાતીના ભાગમાં દુખાવો શરૂ થઈ ગયો હતો.

ત્યારે તેમના સાથી કર્મચારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે શોભરાજ ભાઈની તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા વ્યક્તિને કોઈપણ પ્રકારની બીમારી ન હતી. તેમનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

મૃત્યુ પામેલા વ્યક્તિ મૂળ ઉત્તર પ્રદેશના વતની હતા અને તેઓ છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરના ભેસ્તાન ખાતે આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારમાં તેમની પત્ની અને ત્રણ બાળકો છે. આ ઘટના બનતા જ ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને ઘટનાની જાણ થયા બાદ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*