ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે બની હતી. આ ઘટનામાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જાણવા મળી રહ્યું છે કે, સ્વીફ્ટ કારને એક ઝડપી ટ્રકે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
આ કારણોસર ચારેયના ઘટનાસ્થળે મોત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માત આટલો ભયંકર હતો કે નજરે જોનાર લોકોની ચીસો નીકળી ગઈ હતી.
જાણવા મળી રહ્યું છે કે મોરબી પાસેના વિરપરાડા ગામના દરબાર પરિવાર સ્વીફ્ટ ગાડી લઈને દેત્રોજ લોકોએ જય રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક ઝડપી ટ્રક ચાલકે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પલટી ખાઈ ગઈ હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ અને 108 ની ટીમને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જરૂરી કાગળિયા કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સમગ્ર ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા લોકો એક પરિવારના ન હતા તેઓ અલગ અલગ પરિવારના હતા. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. હાલમાં તો આ સમગ્ર ઘટના ને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment