અંગદાન એ જ મહાદાન…સુરતમાં ખમણની દુકાન ચલાવતા પટેલ યુવકનું બ્રેઇનડેડ… પરિવારે અંગદાન કરીને 5 લોકોને નવજીવન આપ્યું…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં લોકો મૃત્યુ બાદ પણ ઘણા લોકોને નવજીવન આપે છે. ટેક્ષ્ટાઈલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. કારણકે ફરી એકવાર લેઉવા પટેલ સમાજના બ્રેઈન્ડેડ 34 વર્ષીય સંજય વિનુભાઈ મુંજપરાના પરિવારે ડોનેટ લાઇફના માધ્યમથી સંજયના લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી પાંચ લોકોને નવજીવન બક્ષ્યું છે. વિગતવાર જાણીએ તો મૂળ અમરેલી જિલ્લાના 34 વર્ષીય સંજય વિનુભાઈ મુંજપરા કામરેજમાં આવેલી શાલીગ્રામ ફ્લોરા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા.

પરિવારમાં પત્ની, ચાર વર્ષ અને બે વર્ષના બે દીકરા છે, સંજયભાઈ શાયોના પ્લાઝા પાસે ખમણ ની દુકાન ચલાવતા હતા. 15 સપ્ટેમ્બર ના રોજ પોતાની દુકાને જતા હતા ત્યારે રસ્તામાં અચાનક બાઈક સ્લીપ થઈ જતા તેઓ બેભાન થઈ ગયા હતા. સંજયભાઈ ને 108 મારફતે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પ્રાથમિક સારવાર બાદ તેમને વિનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

16 સપ્ટેમ્બર ના રોજ સંજય ભાઈ ને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા, ડોનેટ લાઇફની ટીમ હોસ્પિટલ પહોંચી સંજયભાઈ ના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. સંજયભાઈ ના પત્ની રીનાબેન ને જણાવ્યું કે મારા પતિ બ્રેઈન્ડેડ છે તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે. શરીર રાખ જ થઈ જવાનું છે, ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા સંમતિ આપીએ છીએ.

પરિવારજનો તરફથી અંગદાન ની સંમતિ મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો હતો. SOTTO દ્વારા લીવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને આપવામાં આવ્યું હતું. બે કિડની પૈકી એક કિડની સુરતની મેટાસ હોસ્પિટલ અને બીજી કીડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ને ફાળવવામાં આવી હતી. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.

દાનમાં મેળવવામાં આવેલા લીવર નું ટ્રાન્સપ્લાન્ટ ડીસાના રહેવાસી 54 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલી બે કિડની પૈકી એક કિડની નું ટ્રાન્સપ્લાન્ટ સુરતની મેટાસ હોસ્પિટલ અને બીજી કિડની નું ટ્રાન્સપ્લાન્ટ વડોદરા ની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું છે.

લીવર અને કિડની સમયસર હવાઈ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે વિનસ હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો છે. જ્યારે હૃદય,ફેફસા, હાથ, લીવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીના 105 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*