આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણને નવાઈ લાગે છે. સોશિયલ મીડિયા પર હાલમાં ઘણા એવા પ્રાણીઓ ના વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. કેટલાક પ્રાણીઓ એવા હોય છે જે ખૂબ જ ડરામણા હોય છે અને તેઓને જોતા જ તે માણસો પર ત્રાટકે છે.
જ્યારે કેટલાક પ્રાણીઓ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે, જેમાં કુતરા અને વાંદરાઓનો પણ સમાવેશ થાય છે. જ્યાં સુધી કોઈ તેમને ગુસ્સે ન કરાવો ત્યાં સુધી તેઓ શાંત રહે છે. પરંતુ જો તેઓને ગુસ્સે કરશો તો તેઓ કોઇની પણ વાટ લગાડી શકે છે. તમે વાંદરાઓ અને કુતરાઓ વચ્ચેની લડાઈ ની વાર્તા સાંભળી હશે, જ્યારે વાંદરાઓએ 200 થી વધુ કુતરાઓને મારી નાખ્યા હતા.
હાલમાં સોશિયલ મીડિયામાં આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. વિડીયો જોઈને તમે ચોકી જશો કે કેવી રીતે કૂતરો અને વાંદરો આમને સામને આવી રહ્યા છે. પછી અચાનક તેઓ લડવા લાગે છે, વાંદરો કુતરા પર ત્રાટકે છે જેમ સિંહ હરણ પર ત્રાટકે છે અને તેને પોતાનો શિકાર બનાવીને લઈ જાય છે.
જોકે અહીં વાંદરો કુતરા ને પોતાનો શિકાર નથી બનાવતો પરંતુ લડાઈ કરીને તેની હાલત ચોક્કસ ખરાબ કરી નાખે છે. ક્યારેક વાંદરો કૂતરાની પીઠ પર કૂદી પડે છે તો ક્યારેક તેના ચહેરા પર હુમલો કરે છે. તેણે એક વાર કૂતરાની ગરદન કડક રીતે પકડી લીધી અને તેને છોડવાનું નામ પણ ન લેતો હતો. કુતરો ચીસો પાડી રહ્યો હતો, પરંતુ વાંદરો તેની ગરદન છોડવા તૈયાર ન હતો.
View this post on Instagram
આ ખતરનાક લડાઈ નો અંત બતાવવામાં આવ્યો નથી પરંતુ તે સ્પષ્ટ છે કે વાંદરો કુતરા પર ભારે પડી રહ્યો છે. પ્રાણીઓની આ જબરદસ્ત લડાઈ નો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સટ્રાગ્રામ પર bilal.ahm4d નામની આઈડી થી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 34 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે લોકો વિડીયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે અને કેટલાક લોકો કહી રહ્યા છે કે આ એક ફની નજારો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment